Kutumb Pension Yojana Form Pdf And Bharelu Form | કુટુંબ પેન્શન યોજના ફોર્મ
કુટુંબ પેન્શન કોને મળવાપાત્ર છે
(૧) સરકારી કર્મચારી દ્વારા નિવૃતિ પહેલા અથવા નિવૃતિ બાદ લગ્ન કરેલ હોય તેવા પુરૂષ કર્મચારીનાં કિસ્સામાં તેની પત્નિને અને સ્ત્રી કર્મચારીનાં કિસ્સામાં તેના પતિને
Kutumb Pension Yojana Form Pdf And Bharelu Form | કુટુંબ પેન્શન યોજના ફોર્મ
નોંધ :– કર્મચારી દ્વારા તેમની નિવૃતિ પહેલા કરવામાં આવેલ લગ્ન બાદ અદાલતનાં હુકમથી છુટા પડેલ પત્ની કે પતિને પણ કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે.

(ર) પચ્ચીસ વર્ષથી નીચેની ઉમરનાં અપરણીત પુત્ર કે પુત્રીને. 
(૩)નિવૃતી પહેલા કાયદેસર રીતે દતક લીધેલ પુત્ર કે પુત્રીને. 
(૪)કર્મચારીના અવસાન સમયે તેમના પતિ કે પત્નિ અથવા બાળકો ના હોય તો કર્મચારીની હૈયાતી દરમ્યાન તેમની ઉપર સંપૂર્ણપણે આશ્રીત હોય તેવા માતા અથવા પિતાને.

નોંધ :– ઉપર દર્શાવેલ અ.નં. ૧ થી ૪ પૈકી અનુક્રમે ક્રમાનુસાર એક પછી એક વ્યકિતને કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે.

* કુટુંબના સભ્યોની વિગતો પુરી પાડવા બાબત
સરકારી કર્મચારી જયારે સરકારી નોકરીમાં દાખલ થાય ત્યારે જ તેને પોતાની કચેરીના વડાને નિયત નમુનાના ફોર્મ નં. ૧૩ માં કુટુંબના સભ્યોની વિગતો પુરી પાડવાની હોય છે.વળી સમયાંતરે પોતાના કુટુંબના સભ્યોમાં થતા ફેરફારો અંગેની જાણ પણ કરવાની જવાબદારી સરકારી કર્મચારીની છે.  આવી માહીતી કચેરી દ્વારા સબંધીત કર્મચારીની સેવાપોથી સાથે નિભાવવામાં આવે છે.

* કુટુંબ પેન્શનની રકમ કેટલી મળવાપાત્ર થાય છે ?
એ બાબત સાવ સ્વાભાવિક છે કે દરેક કર્મચારી માટે એ પ્રશ્ન ખુબ અગત્યનો અને ઉત્સુકતાપુર્ણ હોય કે તેમની હૈયાતી બાદ તેમના કુટુંબને કુટુંબ પેન્શન તરીકે કેટલી રકમ મળવા પાત્ર થશે. તો આ બાબતને આપણે નીચે મુજબ બે વિભાગમાં વર્ગીકૃત કરીને સમજીશું. ચાલુ સેવા દરમ્યાન અવસાનના કીસ્સામાં કુટુંબ પેન્શનની રકમ.

ઉંચા દરે કુટુંબ પેન્શન : ચાલુ સેવા દરમ્યાન અવસાનના કીસ્સામાં કર્મચારીનાં અવસાન પછીની તારીખથી દશ વર્ષ સુધી અથવા તે કર્મચારી હૈયાત હોત અને જે તારીખે એ ૬પ વર્ષની ઉમરે પહોંચ્યા હોત તે તારીખ એ બેમાંથી જે તારીખ વહેલી હોય ત્યાં સુધી કર્મચારીને તેમને છેલ્લે મળતા મુળ પગારના પ૦% જેટલી રકમ કે જે ઉંચા દરે કુટુંબ પેન્શન તરીકે ઓળખાય છે તે મળવાપાત્ર થાય છે. નીચા દરે કુટુંબ પેન્શનઃ ઉપર દર્શાવેલ તારીખ પછીનાં દિવસથી કુટુંબ પેન્શનરને કર્મચારીને છેલ્લે મળતા પગારના ૩૦% જેટલી રકમ આજીવન મળવાપાત્ર થાય છે.
                 Kutumb Pension Yojana Form Pdf And Bharelu Form | કુટુંબ પેન્શન યોજના ફોર્મ
* નિવૃતિ બાદ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શનની રકમ
ઉંચા દરે કુટુંબ પેન્શનઃ નિવૃતિ બાદ પેન્શનરનાં અવસાનનાં કિસ્સામાં કર્મચારીની અવસાનની તારીખ પછીની તારીખથી સાત વર્ષ સુધી અથવા તે પેન્શનરે જે તારીખે પાંસઠ વર્ષની વય પ્રાપ્ત કરી હોત તે તારીખ સુધી આ બે માંથી જે તારીખ વહેલી હોય તે તારીખ સુધી કર્મચારીને નિવૃત્તિની તારીખે છેલ્લે મળતા મુળ પગારનાં પચાસ ટકા જેટલી રકમ ઉંચા દરે કુટુંબ પેન્શન તરીકે મળવાપાત્ર છે. નીચા દરે કુટુંબ પેન્શન : ઉપર દર્શાવ્યા મુજબની તારીખ પછીના દિવસથી કુટુંબ પેન્શન તરીકે કર્મચારીને નિવૃતિની તારીખે છેલ્લે મળતા મુળ પગારના ત્રીસ ટકા જેટલી રકમ આજીવન મળવાપાત્ર થાય છે.

કુટુંબ પેન્શનની રકમ કયાં સુધી મળવાપાત્ર છે
કુટુંબ પેન્શનની રકમ કર્મચારી / પેન્શનરનાં કુટુંબ પૈકી ઉપર દર્શાવ્યા તે મુજબની એક વ્યકિતને આજીવન મળવાપાત્ર થાય છે. પરંતુ (૧) પતિ અથવા પત્નિના કિસ્સામાં જયારે તે પુનઃ લગ્ન કરે ત્યાં સુધી કુટુંબ પેન્શન મળવાપાત્ર છે. (ર)પુત્ર / પુત્રીનાં કિસ્સામાં આ સંતાન જયારે પચીસ વર્ષની ઉંમર પુર્ણ કરે અથવા તેમનાં લગ્ન થઈ જાય બેમાંથી જે તારીખ વહેલી હોય ત્યાં સુધી આવા કિસ્સામાં જયાં સુધી સૌથી મોટો પુત્ર પચીસ વર્ષની ઉંમર પુર્ણ ન કરે ત્યા સુધી તેને ત્યારબાદ ઉતરોતર ક્રમાનુસાર પછીના પુત્રને પચીસ વર્ષની ઉંમર પુર્ણ થાય ત્યાં સુધી અને ત્યારબાદ પુત્રીને તે પચીસ વર્ષની ઉંમ પુર્ણ થાય ત્યાં સુધી એ રીતે કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે. (૩) માનસિક / શારીરીક વિકલાંગતા ધરાવતા પુત્ર / પુત્રીને આજીવન કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે. અલબત, આ પ્રકાના પેન્શન મંજુરી અંગેની સમગ્ર કાર્યપઘ્ધતિ અંગેની વિગતવાર માહીતી અંગે આપણે ભવિષ્યમાં અલગથી ચર્ચા કરીશું.

કુટુંબ પેન્શનની રકમ મેળવવા માટેની આવક મર્યાદા
  • પતિ / પત્નિનાં કીસ્સામાં કુટુંબ પેન્શન મેળવવા માટેની પાત્રતા નકકી કરવા માટે આવક અંગેની મર્યાદા નથી.
  • જયારે પુત્ર / પુત્રી અથવા માતા પિતાને કુટુંબ પેન્શનની રકમ મંજુર કરવાની થાય. ત્યારે આ પેન્શન મંજુર કરવા માટે અને મંજુર થયેલ પેન્શન ચાલુ રાખવા માટે નીચે મુજબની આવક મર્યાદા નકકી કરવામાં આવી છે.
  • કુટુંબ પેન્શનર તરીકે પાત્ર વ્યકિતની પેન્શન સિવાયની અન્ય આવક તેમનાં મંજુર થયેલ મુળ પેન્શન અને મંજુરી સમયે તેમનાં પર જે તે સમયે મળવાપાત્ર થતી મોંઘવારી ભથ્થાની રકમ આ બન્નેનાં સરવાળા કરતાં વધતી ન હોય ત્યાં સુધી જ આ પેન્શન મળી શકે છે. ત્યાર બાદ જો ઉપર દર્શાવેલ રકમ કરતાં તેમની અન્ય આવક વધી જતી હોય તો કુટુંબ પેન્શન મંજુર નહી કરી શકાય અથવા તો મંજુર થયેલ પેન્શન ત્યારબાદ ચુકવી શકાશે નહીં.
કુટુંબ પેન્શનરે દર વર્ષે રજુ કરવાના થતાં પ્રમાણપત્રો
. પેન્શનરનાં સંતાનો અથવા માતા પિતા જો કુટુંબ પેન્શન મેળવતા હોય તો તેમણે દર વર્ષ સક્ષમ સતાધિકારી દ્વારા અધિકૃત કરવામાં આવેલ આવકનો દાખલો.
  • પતિ / પત્નિનાં કીસ્સામાં દર વર્ષ તેમનાં દ્વારા પુનઃલગ્ન નહી કર્યા અંગેનું નિયત ફોર્મ જે સક્ષમ સતાધિકારી દ્વારા અધિકૃત કરવામાં આવેલ હોય.
  • નોંધ :– સ્ત્રી કુટુંબ પેન્શનરનાં કિસ્સામાં તેણીની પચાસ વર્ષની ઉમર બાદ પુનઃ લગ્ન નહી કર્યા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવામાંથી મુકિત આપવામાં આવેલ છે.
  • માનસિક / શારીરીક વિકલાંગ સંતાનોને જો કુટુંબ પેન્શન મંજુર કરવામાં આવેલ હશે તો દર ત્રણ વર્ષ અધિકૃત ચિકિત્સક દ્વારા અધિકૃત કરવામાં આવેલ વિકલાંગતા તબીબી પ્રમાણપત્ર.
  • બધા પ્રકારનાં કુટુંબ પેન્શનરે દર વર્ષ નિયત સમયે વાર્ષિક હયાતી ખરાઈ પ્રમાણપત્ર રજુ કરવાનું થાય છે. આ માટે હવે પછી અલગથી ચર્ચા કરીશું.
  • રપ વર્ષથી ઓછી વયનાં સંતાનોએ સક્ષમસતાધિકારી દ્વારા અધિકૃત કરવામાં આવેલ લગ્ન નહી કર્યા અંગેનું નિયત પ્રમાણપત્ર.
 કુટુંબ પેન્શનરનાં બેન્ક ખાતા અંગે.
કુટુંબ પેન્શનર પોતે જે બેન્ક મારફત પોતાનું કુટુંબ પેન્શન મળવવા માંગતા હોય તે ખાતું કુટુંબ પેન્શનરનું પોતાના નામવાળુ એટલે કે સીંગલ એકાઉન્ટ જ હોવું જોઈશે. તેથી તેમાં સંયુકત નામવાળુ ખાતુ માન્ય નથી એટલે તે ખાતામાં સંયુકત ખાતા ધારક તરીકે કોઈનું નામ જોડી શકાશે નહીં. એ બાબત ખાસ યાદ રાખવી.

કુટુંબ પેન્શન શરૂ કરવા માટે રજુ કરવાનાં થતા દસ્તાવેજો
પેન્શન ચુકવણી હુકમ મુળ નકલ પેન્શનરનો ભાગ (પી.પી.ઓ.બુક) આ પી.પી.ઓ. બુક જે તે સમયે ઉપલબ્ધ ન હોય તો તે અંગેનું સોગંદનામું. અવસાન પામેલ પેન્શનરનું મરણ પ્રમાણપત્ર (મુળ નકલ) તથા એક ખરી નકલ ઓન લાઈન મેળવેલ મરણ પત્રમાણપત્રને બદલે સક્ષમ સતાધિકારીની સહીવાળી મરણ પ્રમાણપત્રની મુળ નકલ રજુ કરવી જરૂરી છે. બેન્ક ખાતાના પાસબુકનાં પ્રથમ પાનાની સુવાચ્ય નકલ કે જેમાં ખાતા ધારક તરીકે કુટુંબ પેન્શનરનું સીંગલ નામ વાળુ ખાતુ જ હોય તે જરૂરી છે. તિજોરી કચેરી દ્વારા પુુરુ પાડવામાં આવેલ બેન્ક પરિશિષ્ટનું ફોર્મ કે જેમાં સંપુર્ણ વિગતો ભરી કુટુંબ પેન્શનર દ્વારા બે જગ્યાએ (નિયત સ્થળે) સહી કરી બેન્ક મેનેજરશ્રી દ્વારા સહી સીકકાઓ દ્વારા અધિકૃત કરાયેલ ફોર્મ. તિજોરી કચેરી સાથે જે બેન્ક અને શાખા પેન્શનના હતુ માટે જોડાયેલી હોય તેની વિગતો તિજોરી કચેરી પાસેથી મેળવી લીધા બાદ જ તેવી બેન્કમાં બેન્ક ખાતુ ખોલાવવું. આધાર કાર્ડ / પાનકાર્ડ/ ચુંટણી કાર્ડ જે દસ્તાવેજ ઉપલબ્ધ હોય તેવા એક અથવા બધા આધારોની ખરી નકલ.

પ્રકરણ-10 પેન્શન યોજના, કુટુંબ પેંશન અને અશક્તતા માટે ની ગુજરાતી સમજ

સગીર સંતાનોને કુટુંબ પેન્શન મંજુર કરવા / ચુકવવા બાબત
જયારે સગીર સંતાનોને કુટુંબ પેન્શન મંજુર કરવાનું થાય અથવા મંજુર થયેલુ કુટુંબ પેન્શન ચુકવવાનું થાય ત્યારે નીચેની બાબતો ખાસ ઘ્યાને લેવી. (૧) સગીર સંતાનોને કુટુંબ પેન્શન તેમના કાયદેસરનાં વાલી મારફત ચુકવવાનું થતું હોય સગીર સંતાનના કાયદેસરના વાલી તરીકેનંુ બેન્ક ખાતુ હોવું જરૂરી છે. (ર) સગીર સંતાનોને કુટુંબ પેન્શન, પેન્શનર અને કુટુંબ પેન્શનરનાં અવસાન બાદ મંજુર કરવાનંુ / ચુકવવાનું થતંુ હોઈ, શકય હોય તો પેન્શનર / કુટુબ પેન્શનરે પોતાની હયાતી દરમ્યાન જરૂર જણાયે સોગંદનામું કરી તેમની હયાતી બાદ ચુકવવા પાત્ર / મંજુર કરવાપાત્ર થતા સગીર સંતાનના કુટુંબ પેન્શન માટે કાયદેસરના વાલીની નિમણુક કરી લેવી. (૩) કાયદેસરનાં વાલીએ પ્રથમ પેન્શન મેળવતી વખતે નિયત ફોર્મ નં. ૧ર માં નુકશાની ભરપાઈ ખતભભ તિજોરી અધિકારી સમક્ષ રજુ કરવાનું થાય છે.

કુટુંબ પેન્શનરનાં અવસાન બાદ વારસદારને ચડત રકમનું ચુકવણું કરવા બાબત
કુટુંબ પેન્શનનાં અવસાન બાદ તેમની કોઈ બાકી રહેતી ચડત પેન્શનની રકમ ચુકવવાની થતી હોય તો તે રકમ કુટુંબ પેન્શનરે તિજોરી અધિકારી સમક્ષ કરવામાં આવેલ નિયુકિત પત્રનાં આધારે ચુકવવાની થાય છે. આ માટે આ બાબત ખાસ યાદ રાખવી કે કુટુંબ પેન્શનરે જો આવુ નિયુકિતપત્ર ન ભરેલુ હોય તો તાત્કાલીક તિજોરી અધિકારીનો સંપર્ક કરી નિયત નમુનાનું નિયુકિતપત્ર ભરી તિજોરી અધિકારી દ્વારા આવા નિયુકિતપત્રને અધિકૃત કરાવી તેની એક નકલ પોતાની પાસે અથવા જે વ્યકિતને નિયુકિત કરેલ હોય તેને અચુક આપી દેવી જેથી કરીને તેમની હયાતી બાદ કોઈ ચડત રકમ લેણી થતી હોય તો તેમના વારસદારને આવી રકમ મેળવવા કોઈ તકલીફ ઉદભવે નહી.

નોંધ :– સરકારી સેવામાંથી નિવૃત થયેલ કર્મચારીને તેમના અવસાન બાદ તેમના વારસદારને મળવાપાત્ર થતી મરણોતર સહાય રૂપે છેલ્લા એક પેન્શનની રકમ જેટલી સહાય કુટુંબ પેન્શનરના અવસાન બાદ તેમનાં કાયદેસરનાં વારસદારને મળવાપાત્ર થતી નથી એ બાબત ખાસ યાદ રાખવી.

વળી, કુટુંબ પેન્શનરનાં અવસાન બાદ તેમનાં બેન્ક ખાતામાં જમા રહેલ રકમ મેળવવા માટે કુટુંબ પેન્શનરે પોતાના બેન્ક ખાતા માટે બેન્કમાં રજુ કરેલ નિયુકિતપત્રના આધારે આગળની કાર્યવાહી થઈ શકે છે. તેથી આ તકે એ બાબત ખાસ યાદ રાખવી કે બેન્કમાં અને તિજોરી કચેરીમાં બન્ને સ્થળે અલગ અલગ નિયુકિત પત્ર રજુ કરવાનાં રહે છે. બેન્કનું નિયુકિતપત્ર બેન્કમાં જમા રહેલ રકમ મેળવવા માટે હોય છે અને તિજોરી કચેરીનું નિયુકિતપત્ર કુટુંબ પેન્શનરને પેન્શન અંગેનું કોઈ ચુકવણું બાકી હોય તો તે રકમ મેળવવા માટે હોય છે તેની બન્ને બાબતે અલગ અલગ નિયુકિતપત્રો ભરવાના થાય છે.